Sandesh - Gujarati News Paper
Sandesh is one of the leading News Paper in Gujarati where you can find Gujarati News Headlines, Gujarati Breaking News, Daily Gujarati News.
Urs Bhadiyada Found 18 Pedestrians Badly Kacadanarane Sentenced To Seven Years. ધોળકા બગોદરા હાઈવે રોડ પર ભડિયાદના ઉર્સ વખતે રસ્તાની બાજુએ સૂતેલા 18 પદયાત્રીઓને ચગદી નાંખી મોતને ઘાટ ઉતારનાર બેદરકાર ટ્રક ડ્રાઈવર દિનેશસિંહ મગનસિંહ ભૂરિયાને ગુરુવારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી.એમ.
પટેલે કસૂરવાર ઠેરવી સાત વર્ષની સજા ફટકારી છે. સજા ઉપરાંત 10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો કોર્ટે હુકમ કર્યો છે. #YakubMenon Update: Mumbai and Nagpur on High Alert. આજે દિવસની શરૂઆતમાં યાકુબ મેમણને ફાંસી પછી ક્યાં દફનાવામાં આવશે એ વિશે કન્ફ્યુઝન હતું.
મળતી માહિતી પ્રમાણે યાકુબના પરિવારજનો તેને મુંબઇમાં દફનાવવા માગે છે. જોકે એક ચર્ચા મુજબ મુંબઇમાં દફનાવવામાં આવશે તો કાયદા અને વ્યવસ્થા માટે ખતરનાક સ્થિતિ સર્જાઇ શકે છે જેના કારણે એને નાગપુરમાં જ દફનાવવામાં આવશે. જોકે લાશ યાકુબના પરિવારને સોંપવામાં આવશે. The Woman Got a Special Gift from the Government, Industry. ઉદ્યોગ વિભાગની બેઠકમાં ગુજરાતની અલગ અલગ જીઆઈડીસીઓમાં પણ સુક્ષ્મ અને લઘુ ઔદ્યોગિક એકમો માટે બહુમાળી એસ્ટેટ બનાવવા માટેની અનેક યોજનાઓને મંજૂરી આપી હતી.
તેમણે સાણંદ જીઆઈડીસીમાં 500 થી 1000 ચોરસ મીટરના પ્લોટ 50 ટકા સબસિડી સાથે મહિલા ઔદ્યોગિક વિસ્તારમાં ઉપલબ્ધ બને તે માટે પણ નિર્ણય લીધો છે. જો મહિલા ઉદ્યોગકાર જ પોતાના નામે પ્લોટ લઈને તેમાં નવા ઉદ્યોગનું સંચાલન કરે તો સરકારની અનેક નીતિઓ હેઠળ પ્રોત્સાહનો આપવામા આવશે. આ યોજનાનો લાભ લેવા માટે ઉદ્યોગોને પારદર્શક પ્રક્રિયા દ્વારા ફાળવણી કરવાની સુચના પણ અધિકારીઓને આપી હતી.
Ahmedabad Vasna Barrage 23 out of 30 lines were opened doors: the river areas were alert. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત ધીમો તો ક્યારેક ભારે વરસાદ વરસી રહ્યો છે.
જેના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદમાં આવેલો વાસણા બેરેજના 23 દરવાજા ખોલવાની તંત્રને ફરજ પડી છે. વાસણા બેરેજના 30 દરવાજા પૈકીના 23 ગેટ સંપૂર્ણ ખોલી દેવામાં આવ્યા છે. પાણીની વધતી આવકને ધ્યાનમાં રાખી પાણીનું સ્તર નિયંત્રણ કરવા માટે તંત્રએ દરવાજા ખોલ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. Dhrangadhra Army Team, 2, and 4 more NDRF Air Force plane sent a team of Gujarat. બનાસકાંઠામાં ભારે વરસાદના પગલે આર્મી અને એરફોર્સની મદદ લેવામાં આવી છે.
ધાંગધ્રાથી આર્મીની એક ટુકડી બનાસકાંઠા મોકલવામાં આવી છે. આ ઉપરાંત એરફોર્સના બે વિમાનો અને એનડીઆરએફની 4 વધુ ટીમોને પણ રાહત અને બચાવકાર્યમાં મોકલવામાં આવી છે. ધાનેરામાં છેલ્લા 24 કલાકમાં 17 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધાનેરા અંબાજી હાઈવે પર પાંચ ફૂટ જેટલા પાણી ફરી વળ્યાં છે. અનેક મુસાફરો ફસાયા હોવાના અહેવાલો છે. Dr. Kalam likely to give a final farewell in Rameswaram - Sandesh. The Days When Sports Gujju Hamphi, Now Phamphavase. રમતની ટ્રેઈનિંગ દરમિયાન અન્ય રાજ્યોના બાળકોની સામે હાંફી જતાં ગુજ્જુ બાળકોએ હવે શારિરીક ફિટનેસ વધારવાની દિશામાં પણ આગે કૂચ કરી છે.
ખાસ કરીને રમત કરતા પ્રેકટીસ દરમિયાન થતી ઈજાઓ છથી આઠ મહિના સુધી પથારીમાં રાખી મુકે છે ત્યારે શહેરમાં રમત પ્રત્યે જાગૃત થયેલા ખેલાડીઓ હવે ખેલ ખેલમેં થતી ઈજા સામે પણ સાવઘ બન્યા છે. સ્પોર્ટ્સ કોચિંગની સાથે સ્પોર્ટ્સ ફિઝિયો ટ્રેઈનિંગની પણ ડિમાન્ડમાં વધારો થયો છે. કોચિંગમાં રમતની ટેકનિક શીખવાડાય છે પરંતુ રમત દરમિયાન ટકી રહેવા માટે ફિટનેસ પાવર કંઈ રીતે વધારવો એની સમજ અને ટેકનિક સ્પોર્ટસ ફિટનેસમાં અપાવા સાથે શરીરના અંદરના મસલ્સને મજબૂત બનાવા માટેની તાલિમ શરૂ કરાઈ રહી છે. આ માટે ૧૦થી ૧૫ મિનિટ વોર્મ અપ, સ્નાયુનું જડતાંપણું ઓછું કરવા માટે સ્ટ્રેચિંગ, જેમાં સ્ટેટીક અને ડાયનેમિક સ્ટ્રેચિંગની તાલિમ ખુબ અગત્યની છે. Photo Prize Pollution Law Enforcement, Penalties for Those Who Litter. ગાંધીધામ પાલિકા દ્વારા નવો એક પ્રયોગ હાથ ધરાશે, જેમાં જાહેરમાં ગંદકી કરનારનો ફોટોગ્રાફ કે વીડિયો બનાવીને પાલિકાને આપનારને ઇનામ અપાશે.
આગામી 30મીના રોજ મળનારી પાલિકાની સામાન્ય સભાના એજન્ડાની આઇટમ નંબર 81માં આ બાબતનો સમાવેશ કરહવામાં આવ્યો છે. કારોબારી સમિતિનાં તારીખ 25-6-2015નાં ભલામણી ઠરાવ નંબર 358 અનુસાર, પાલિકા દ્વારા જાહેરમાં ગંદકી કરતા ઇસમોને દંડ, નોટિસો તેમજ કેસો કરવામાં આવ્યા હોવા છતાં પણ સ્વચ્છતામાં જોઇએ તેવો સુધારો આવ્યો નથી. In Punjab, 20 years after the attack: Police terrorists, Current Encounter. આજે સવારે પંજાબના ગુરુદાસપુરમાં એક કારમાં સવાર થઈને આવેલા ચાર જેટલા આતંકવાદીઓએ ગુરુદાસપુર બસ મથક અને ત્યારબાદ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો.
જેમાં 8 વ્યક્તિઓના મોત નીપજ્યા અને 9 જેટલા ઘાયલ થયા હોવાના પ્રાથમિક અહેવાલો છે. બે જૂથમાં વહેચાયેલા હતાં આતંકવાદીઓ, એક જૂથે બસ પર હુમલો કર્યો અને બીજા જૂથે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો, એકદમ પ્લાનિંગ સાથે આતંકવાદીઓએ હુમલા કર્યાં. આ હુમલામાં આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબાનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. હાલ બીએસએફના જવાનોને હુમલાના સ્થળે મોકલવામાં આવી રહ્યાં છે. Placing the Laying Of the Mind; 22 Million, 21 Days `Double 'To A` Single' Also Found In. બોલીવુડ સુપરસ્ટાર અક્ષયકુમાર અને પરેશ રાવલને ચમકાવતી હેરાફેરી ફિલ્મમાં, બોગસ કંપની ખોલીને 21 દિવસમાં નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી લોકોને કરોડોમાં નવડાવવાની વાત દર્શાવવામાં આવી છે.
અદ્દલોદલ એવી જ ઘટના વલસાડમાં પ્રકાશમાં આવી છે. વલસાડના તિથલરોડ પર રહેતા ઠગભગતે જુદાજુદા નામથી પોતે ખોલેલી ત્રણ કંપનીઓમાં નાણાં રોકનારને ટૂંક સમયમાં નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી, વલસાડથી ભરૂચ સુધીના સેંકડો રોકાણકારોને કરોડો રૂ.નો ચૂનો ચોપડી ગયો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. ભરૂચ, અંકલેશ્વર અને વલસાડ વિસ્તારના છેતરાયેલા ૨૫ જેટલા લોકોએ આજરોજ વલસાડ સિટી પી.આઇ.ને ફરિયાદ અરજી આપતા, કૌભાંડનો પર્દાફાશ થયો છે. Surat, Tapi's Lifeline Review Suryaputri Janmotsava. સુરત, તા. ૨૨ સુરતની જીવાદોરી અને સુરત શહેરના ભવ્ય ભૂતકાળથી વર્તમાનકાળ સુધીના ઉતાર-ચઢાવની સાક્ષી સમાન એવી લોકમાતા તાપી નદીનો આજે જન્મોત્સવ ઉજવાશે.
ધાર્મિક રીતે ભારે મહાત્મ્ય ધરાવતી તાપી નદી સુરતવાસીઓ માટે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે, તેને જોતાં લોકમાતાના જન્મદિને ઓવારાઓ પર મહાઆરતી સહિતના રંગારંગ કાર્યક્રમો થશે. મા તાપી પાપ હરો' માનીતી લોકમાતાના જન્મદિને ઓવારાઓ પર મહાઆરતીના રંગારંગ કાર્યક્રમો મધ્યપ્રદેશમાં મૂલ્તાઇ (મૂળ તાપી)માં જન્મસ્થાન ધરાવતી લોકમાતા 70૦થી વધુ કિલોમિટરની સફળ ખેડીને સુરતમાં પ્રવેશ કરે છે અને પછી દરિયામાં સમાઇ જાય છે.
મૂલ્તાઇમાં જન્મ બાદ એક ફાંટો મહારાષ્ટ્રમાં અને બીજો મધ્યપ્રદેશ થઇને સુરત આવે છે. ધાર્મિક આસ્થા પ્રમાણે સુરતવાસીઓ માટે લોકમાતા તાપી નદી ભારે મહાત્મ્ય ધરાવે છે. BJP commotion save scammers – Sandesh. નવી દિલ્હી, તા. ૨૨ યુપીએના આઈપીએલ, કોલસા, ટુ-જી જેવાં કૌભાંડો મુદ્દે કાગારોળ મચાવી કેન્દ્રીય મંત્રીઓનાં રાજીનામાં પડાવનાર ભાજપ સત્તામાં આવ્યા બાદ પોતાના નેતાઓ દ્વારા આચરાયેલાં કૌભાંડો મુદ્દે થાય તે કરી લોની નીતિ અપનાવી રહ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાતો નથી અને ખાવા દેતો નથીના દાવાઓનો છેદ ઉડાડનાર ચકચારી લલિતગેટ, મધ્ય પ્રદેશનું વ્યાપમં કૌભાંડ, મહારાષ્ટ્રનું ચીકી કૌભાંડ અને છત્તીસગઢનાં ધાન કૌભાંડમાં સંડોવાયેલા ભાજપના મંત્રીઓનાં રાજીનામાં લઈ તેમની સામે તપાસ કરાવવાની વાતો તો બાજુ પર રહી પરંતુ સંસદમાં પોતાનો બચાવ કરવા માટે કોંગ્રેસશાસિત રાજ્યોના મંત્રીઓ પર આરોપો મૂકી ભાજપ વિપક્ષનું નાક દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે જેથી તેના તમામ કુકર્મો જાજમ નીચે ધકેલાઇ જાય. આવાજ એક પ્રયાસમાં લલિતગેટમાં ખરડાયેલા વિદેશમંત્રી સુષમા સ્વરાજે પોતાના દોષને ઢાંકવા આરોપ મૂક્યો હતો કે કોલસા કૌભાંડના એક આરોપીને રાજદ્વારી પાસપોર્ટ અપાવવા માટે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ મારા પર દબાણ કર્યું હતું, હવે હું સંસદમાં તેનું નામ જાહેર કરીશ.
જગ્યાનો પ્રભાવ. Fire in KFC Restaurant at Bandra, Mumbai. VHP leader Ashok Singhal compared Modi with Lord Ram - Sandesh. Road and Rail, Then By Air, Nashik Surat Highway – Sandesh News. Yamaha Saluto & Fascino Review by Expert. Ahmedabad: A serious accident was built to global deaths Bhetanara sky Intoxication addict. નારણપુરા અમીકુંજ ચાર રસ્તા નજીક રવિવારની વહેલી સવારે જશવંત બીડીવાલા ગ્રૂપના પુત્ર આકાશે પૂરપાટ ઝડપે લાલ કલરની ફોક્સવેગન કાર દોડાવી ઝાડ તોડી અન્ય કારને ટક્કર મારી હતી. એક દિવસ પછી સોમવારે પોલીસે કારમાંથી ટ્રીપલ એક્સ રમની ખાલી બોટલ, હુક્કો અને ફ્લેવર મળી આવવાનું જણાવ્યું છે અને મૃતક આકાશ સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આકાશ નશાની હાલતમાં કાર હંકારતો હતો જેના લીધે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
જો કે દારૂની બોટલ અને અન્ય વસ્તુઓ ઓન રેકર્ડ પર સોમવારે સવારે બતાવતા પોલીસની કામગીરી પર તર્ક વિતર્ક સર્જાયા છે. રવિવારે બનેલી આ ઘટનામાં ચાલક આકાશ સંજયભાઇ પટેલ અને દિવ્યા સુભાષભાઇ પટેલનાં મોત નિપજ્યાં હતા અને રાહુલ ચેતનભાઇ નાયક અને દીપાલી નયનભાઇ પટેલને ગંભીર ઈજા પહોંચી હતી. Passport Fair on September 25 will be held at the state's four-PSK. 10 Chinese Ships Sailing to Pakistan Found in Amreli, Gujarat.
Breaking News ! Attack on Main Witness in Asaram Case. Final Preparation of Jaganath Rath Yatra. Bhavnagar Jagannath 100 trucks, 5 elephants, 11 horses and went with the army Nagar Yatra. ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલા ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજી નગરચર્ચા માટે નીકળ્યા છે. નગરયાત્રાએ નીકળનારા લાલાને વધાવવા માટે ભાવિકો આતુર બન્યા છે.રથયાત્રાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.ભગવાનની નગરયાત્રાને લઈને શહેરના શણગારવામાં આવ્યુ છે.
ચોતરફ ઉમંગ અને ઉત્સાહનો માહોલ છે. ભાવનગરમાં આ વર્ષે લોકોમાં દર વર્ષ કરતા ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. લોકો આ રથાયત્રાના પાવન દર્શન કરવા માટે શ્રદ્ધાભેર રાહ જોઈ રહ્યા છે અને પોતાના વિસ્તારોને ધજા, પતાકા, રોશની અને કમાનો દ્વારા શણગારવામાં આવ્યા છે. Elaborate Security Arrangement in Jammu for PM Narendra Modi's Visit.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીર રાજ્યની મુલાકાતે જઈ રહ્યાં છે. વડાપ્રધાન અહી જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ નાણામંત્રી ગિરધારીલાલ ડોગરાની 100મી જયંતી પર આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થવાના છે. નોંધીય છે કે વડાપ્રધાનની જમ્મુ કાશ્મીરની મુલાકાત અગાઉ જ ગઈકાલે પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. Upon Leaving the Forest Back to Rescue Three Lioness Serious Incident, the Attack on Forest Officer. ગીરની સિંહણોને રેસ્ક્યુ કરી જંગલમાં છોડતી વખતે વનકર્મચારીઓ પર હુમલો કર્યો તે વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ઘણી વાઇરલ થઇ છે. આ ક્લિપમાં જોવા મળતાં દૃશ્યોમાં ત્રણ સિંહણને વન વિભાગની રેસ્ક્યુવાનમાંથી જંગલમાં છોડવામાં આવી રહી હતી ત્યારે પાંજરાવાનમાંથી બહાર આવેલી એક સિંહણે અચાનક હુમલો કર્યો હતો.
જે વ્યક્તિ પર હુમલો કર્યો એ લોહીલુહાણ થઈ ગયો હતો. સદનસીબે બચી ગયો હતો. બે દિવસ પહેલાંની વીડિયો વન વિભાગના કર્મચારીએ મોબાઈલમાં ઉતારી છે. Gujarat's pride: garlic Lari ranges of running in the Olympics will take part in the USA. Hit And Run wondered whether the verdict will be a milestone Learn. Saved 476 Million, On a 25 Thousand Leaves Gas subsidy. Mumbai - Gujarati News, Search - Sandesh Gujarati Newspaper. Shraddha Gujarati Supplement about spiritual, bhajans, garba, shlok, temples, religious - Sandesh Gujarati Newspaper. Sandesh Gujarati Newspaper - Gujarati Breaking News, News Headlines, Daily News & Samachar.